Back

BilApp માર્ગદર્શિકા


  1. સૌથી પહેલાં ગૂગલ ક્રોમ Browser માં bileshwarsurat.com લિંક ખોલો.
    logo
  2. વેબસાઇટ ખુલી જાય ત્યારે browser ની જમણી બાજુ ઉપર ત્રણ ટપકા પર ક્લિક કરી menu ખોલો.
    logo
  3. નવા લેટેસ્ટ browser મા "Add to Home screen" ઓપ્શન હશે તેના પર ક્લિક કરો, ત્યાર બાદ 2 ઓપ્શન આવશે તેમાંથી "Install" ઓપ્શન પર ક્લિક કરો. જો ફરીથી "Install" બટન દેખાય તો ફરીથી ક્લિક કરવું. એપ્લિકેશન જાતે ઇન્સ્ટોલ થઈ જશે.
    logologologo

નોંધ: જુના browser મા "Add to Home screen" ની જગ્યાએ સીધું જ "Install App" નુ ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો અને ફરી Install બટન દેખાય તો ક્લિક કરો. એપ્લિકેશન જાતે ઇન્સ્ટોલ થઈ જશે.

  1. સફારી Browser મા bileshwarsurat.com વેબસાઇટ ખોલો.
  2. વેબસાઇટ ખુલી જાય ત્યારે browser ની નીચે આવેલા શેર બટન પર ક્લિક કરો અને ત્યારબાદ "Add to Home screen" પર ક્લિક કરો.
    logologo
  3. ત્યારબાદ "Add" બટન પર ક્લિક કરો. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે.
    logo

નોંધ: સભ્ય ઉમેરતા પહેલા તમારા ઘરના મુખ્ય વ્યક્તિનું નામ તમારા પરિવારની યાદીમાં આવી ગયું છે કે નહિ તે તપાસી લેવું. જો ના આવ્યું હોય તો મંડળનો સંપર્ક કરવો, જો પરિવારના લિસ્ટ માં નામ હોય તો નીચે પ્રમાણે ઘરના સભ્યો ઉમેરવા.

  1. "નવો સભ્ય ઉમેરો" પર ક્લિક કરો.
  2. હવે ઘરના મુખ્ય વ્યક્તિનો મોબાઈલ નંબર લખો જે તમે મંડળમાં આપ્યો હોય. નંબર લખી, નીચે આપેલા "Send OTP" બટન પર એકવાર ક્લિક કરી થોડી રાહ જોવો. થોડી જ સેકન્ડમાં OTP ઉપર લખેલા મોબાઈલ નંબર પર આવી જશે.
  3. હવે તમારા નંબર પર આવેલો 6 અંક નો OTP લખો અને નીચે આપેલા "Login" બટન પર ક્લિક કરો.
  4. તમારું પ્રોફાઈલ હવે ખુલી જશે, જેમાં તમે ઘરના સભ્યો ઉમેરી શકશો અથવા ઉમેરેલા સભ્યો ની માહિતી સુધારી પણ શકશો.
    • નવો સભ્ય ઉમેરવા "નવો સભ્ય ઉમેરો" બટન પર ક્લિક કરો.
    • જે સભ્યની માહિતીમાં સુધારો કરવો હોય તેના નામની સામે આવેલા પેન્સિલ જેવા બટન પર ક્લિક કરો.
  5. સભ્યની માહિતી ભરવાનું ફોર્મ ખુલી જશે, તેમાં ગુજરાતી ભાષા માં સંપૂર્ણ માહિતી ભરી છેલ્લે આપેલા "Save" બટન પર ક્લિક કરશો એટલે નવો સભ્ય ઉમેરાઈ જશે અથવા સભ્યની માહિતી માં સુધારો થઇ જશે.